સુરત - The News Times India https://gujarati.thetimesofindia.co.in Gujarati News of Gujarat Fri, 28 Jun 2024 14:51:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 https://gujarati.thetimesofindia.co.in/wp-content/uploads/2024/06/cropped-the-news-times-of-india-squire-logo-32x32.png સુરત - The News Times India https://gujarati.thetimesofindia.co.in 32 32 નવી સિવિલમાં બાળક ગુમ થવાની ઘટનાનો ભેદ ઉકેલાયો https://gujarati.thetimesofindia.co.in/distinction-of-missing-child-case-resolved-in-new-civil/ https://gujarati.thetimesofindia.co.in/distinction-of-missing-child-case-resolved-in-new-civil/#respond Fri, 28 Jun 2024 14:51:40 +0000 https://gujarati.thetimesofindia.co.in/?p=4492 સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બાળકને હેમખેમ બચાવી લેવાયું છે આરોપી મહિલાના ચંગુલમાંથી બાળકીને હેમખેમ મુક્ત કરાવી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં બાળક સલામત મળી આવ્યો છે. એક દિવસ પેહલા ત્રણ વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો પરિવારે બાળકની શોધખોળ કરી હતી પરંતુ બાળક મળી […]

The post નવી સિવિલમાં બાળક ગુમ થવાની ઘટનાનો ભેદ ઉકેલાયો first appeared on The News Times India.

]]>
સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બાળકને હેમખેમ બચાવી લેવાયું છે આરોપી મહિલાના ચંગુલમાંથી બાળકીને હેમખેમ મુક્ત કરાવી છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં બાળક સલામત મળી આવ્યો છે. એક દિવસ પેહલા ત્રણ વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો પરિવારે બાળકની શોધખોળ કરી હતી પરંતુ બાળક મળી ન આવતા પરિવાર પોલીસની જાણકારી આપી હતી. વાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના સુધી પોંહચતા જ તાત્કાલિક આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને બાળક શોધવા માટે આદેશ આપ્યા હતા જેને લઈને પોલીસે નવી સિવિલ હોસ્પિટલની સીસીટીવી ફૂટેજની તપાસ કરતા એક મહિલા બાળકને લઇ જતી નજર પડી હતી. ફૂટેજની કડીના આધારે તપાસ હાથ ધરાઈ હતી અને આજરોજ પોલીસે પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાન વિસ્તારમાં એક મહિલા બાળક સાથે મળી આવી હતી. પોલીસે હાલ આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસ અને પાનકુલદેવી ઇન્દ્રબલી રેખારામને પકડી પૂછપરછ શરૂ કરી છે.આ બાબતે સુરત પોલીસ કમિશન અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે સ્થાનિક સહીત કુલ 200 પોલીસ કર્મચારીઓ સતત ગઈકાલ સાંજથી બાળકની શોધખોળમાં લાગી હતી. પોલીસે કુલ 1000 જેટલાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા બાદમાં એક બાદ એક કડીઓ મળતી ગઈ તેની સાથે ટેકનિકલ સર્વલેન્સના આધારે તપાસ કરતા બાળક પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાનમાં હોવાનું જણાયું હતું.

પોલીસે પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા બાળક ભેસ્તાન વિસ્તારમાં આવેલ સંગમ સોસાયટીના એક મકાનના છત ઉપરથી બાળક મળી આવ્યું હતું. જ્યાં બાળકને લઇ જનારી મહિલા આરોપી પાનકુલદેવી ઇન્દ્રવલી રામ અને તેમનો પતિ ઇન્દ્રબલી રેખારામ રવિદાસ પણ મળીઆવ્યા હતા પોલીસે બંને દંપતીના પાસેથી બાળકને મુક્ત કરાવ્યો હતો.

આરોપી મહિલા પાનકુલદેવી ઇન્દ્રવલીરામની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, ઇન્દ્રબલી રેખારામ રવીદાસને બે પત્નિ છે. જેમાં પહેલી પત્નિ પાનફુલદેવી છે તેના થકી તેને સંતાન એક દિકરી છે અને 18 વર્ષનો લગ્નગાળો થયેલ હોવા છતા દિકરો ન હોય આ પાનફુલદેવીએ તેના પતિના ચાર માસ પહેલા બીજા લગ્ન સંગીતાદેવી સાથે કરાવ્યા હતા.અને આ બીજી પત્નિ સંગીતાદેવીને તેના અગાઉના પતિ થકી તેને સંતાનમાં એક સાડા પાંચ વર્ષનો દિકરો હોય તેને સાથે લઇ આવેલી હતી. જે દિકરો બિમાર પડતા બંને આરોપી તથા બીજી પત્ની સંગીતાદેવી નવી સિવિલ હોસ્પિટલ બાળકના સારવાર માટે લઈને પહોંચ્યા હતા . અહીં પાનકુલદેવીની નજર એક બાળક પર પડી હતી જેનું અપહરણ કરી પોતાની સાથે લઈ ગઈ હતી.

The post નવી સિવિલમાં બાળક ગુમ થવાની ઘટનાનો ભેદ ઉકેલાયો first appeared on The News Times India.

]]>
https://gujarati.thetimesofindia.co.in/distinction-of-missing-child-case-resolved-in-new-civil/feed/ 0 4492
સુરતમાં બિસ્માર બનેલા 300થી વધુ ફ્લેટને જમીનદોસ્ત કરાયા https://gujarati.thetimesofindia.co.in/more-than-300-dilapidated-flats-in-surat-were-demolished/ https://gujarati.thetimesofindia.co.in/more-than-300-dilapidated-flats-in-surat-were-demolished/#respond Fri, 28 Jun 2024 11:01:10 +0000 https://gujarati.thetimesofindia.co.in/?p=4451 સુરત સુરતમાં રિંગરોડ પર આવેલા જર્જરિત માનદરવાજા ટેનામેન્ટ પૈકીના 320 ફ્લેટ્સને આજે જમીન દોસ્ત કરવાની કાર્યવાહી મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્રણ વર્ષ પૂર્વે જ લિંબાયત ઝોન દ્વારા જર્જરિત થઈ ચુકેલા માન દરવાજા ટેનામેન્ટ્સના આ ફ્લેટને સીલ કરવામાં આવ્યા હતા. જો કે, કેટલાક તત્વો દ્વારા આ ઈમારતોનાં ગ્રાઉન્ડ ફ્લોર પર ખાણી પીણીની લારીઓ […]

The post સુરતમાં બિસ્માર બનેલા 300થી વધુ ફ્લેટને જમીનદોસ્ત કરાયા first appeared on The News Times India.

]]>
સુરત

સુરતમાં રિંગરોડ પર આવેલા જર્જરિત માનદરવાજા ટેનામેન્ટ પૈકીના 320 ફ્લેટ્સને આજે જમીન દોસ્ત કરવાની કાર્યવાહી મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્રણ વર્ષ પૂર્વે જ લિંબાયત ઝોન દ્વારા જર્જરિત થઈ ચુકેલા માન દરવાજા ટેનામેન્ટ્સના આ ફ્લેટને સીલ કરવામાં આવ્યા હતા. જો કે, કેટલાક તત્વો દ્વારા આ ઈમારતોનાં ગ્રાઉન્ડ ફ્લોર પર ખાણી પીણીની લારીઓ મુકીને દબાણ ઉભું કરવામાં આવતાં ગમે ત્યારે અકસ્માતની ભીતિ હતી. ચોમાસામાં કોઈ બનાવ નહીં બને તે માટે અગમચેતી દાખવી ગુરુવારે સવારથી જ લિંબાયત ઝોન દ્વારા આ ઈમારતોનું ડિમોલીશન શરૂ કરી દીધું હતું.

માન દરવાજા ટેનામેન્ટ રિડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છેલ્લા પાંચ વર્ષથી અધ્ધરતાલ છે. છ-છ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવા છતાં કોઈ એજન્સી આ ટેનામેન્ટનાં રી-ડેવલપમેન્ટ માટે રસ દાખવી રહી હોય તેવું જણાતું નથી. બીજી તરફ મહાનગર પાલિકા દ્વારા જર્જરિત થઈ ગયેલી ટેનામેન્ટની મોટા ભાગની ઈમારતોમાંથી સ્થાનિકોનું સ્થળાંતર કરીને ત્રણ વર્ષ પૂર્વે જ સીલિંગ કાર્યવાહી હાથ ધરી હતી. તેમ છતાં છેલ્લા કેટલાક સમયથી આ ઈમારતોમાં ખાણી પીણીની લારીઓનું દબાણ ઉભું થઈ જતાં જોખમી સ્થિતિ આકાર લઈ રહી હતી. અત્યંત બિસ્માર હાલતમાં ઉભેલી આ ઈમારતોમાં આ પ્રકારના દબાણોને પગલે ગમે ત્યારે ચોમાસામાં અકસ્માતની શક્યતાઓને કારણે અંતે મહાનગર પાલિકાના લિંબાયત ઝોન દ્વારા ડિમોલીશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટેનામેન્ટમાં આવેલી એ – ટાઈપની 5 બિલ્ડિંગનું અંદાજે 15 હજાર સ્કવેર ફુટ બાંધકામ જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

The post સુરતમાં બિસ્માર બનેલા 300થી વધુ ફ્લેટને જમીનદોસ્ત કરાયા first appeared on The News Times India.

]]>
https://gujarati.thetimesofindia.co.in/more-than-300-dilapidated-flats-in-surat-were-demolished/feed/ 0 4451