ગુજરાત - The News Times India https://gujarati.thetimesofindia.co.in Gujarati News of Gujarat Fri, 28 Jun 2024 15:11:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 https://gujarati.thetimesofindia.co.in/wp-content/uploads/2024/06/cropped-the-news-times-of-india-squire-logo-32x32.png ગુજરાત - The News Times India https://gujarati.thetimesofindia.co.in 32 32 નવી સિવિલમાં બાળક ગુમ થવાની ઘટનાનો ભેદ ઉકેલાયો https://gujarati.thetimesofindia.co.in/distinction-of-missing-child-case-resolved-in-new-civil/ https://gujarati.thetimesofindia.co.in/distinction-of-missing-child-case-resolved-in-new-civil/#respond Fri, 28 Jun 2024 14:51:40 +0000 https://gujarati.thetimesofindia.co.in/?p=4492 સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બાળકને હેમખેમ બચાવી લેવાયું છે આરોપી મહિલાના ચંગુલમાંથી બાળકીને હેમખેમ મુક્ત કરાવી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં બાળક સલામત મળી આવ્યો છે. એક દિવસ પેહલા ત્રણ વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો પરિવારે બાળકની શોધખોળ કરી હતી પરંતુ બાળક મળી […]

The post નવી સિવિલમાં બાળક ગુમ થવાની ઘટનાનો ભેદ ઉકેલાયો first appeared on The News Times India.

]]>
સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બાળકને હેમખેમ બચાવી લેવાયું છે આરોપી મહિલાના ચંગુલમાંથી બાળકીને હેમખેમ મુક્ત કરાવી છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં બાળક સલામત મળી આવ્યો છે. એક દિવસ પેહલા ત્રણ વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો પરિવારે બાળકની શોધખોળ કરી હતી પરંતુ બાળક મળી ન આવતા પરિવાર પોલીસની જાણકારી આપી હતી. વાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના સુધી પોંહચતા જ તાત્કાલિક આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને બાળક શોધવા માટે આદેશ આપ્યા હતા જેને લઈને પોલીસે નવી સિવિલ હોસ્પિટલની સીસીટીવી ફૂટેજની તપાસ કરતા એક મહિલા બાળકને લઇ જતી નજર પડી હતી. ફૂટેજની કડીના આધારે તપાસ હાથ ધરાઈ હતી અને આજરોજ પોલીસે પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાન વિસ્તારમાં એક મહિલા બાળક સાથે મળી આવી હતી. પોલીસે હાલ આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસ અને પાનકુલદેવી ઇન્દ્રબલી રેખારામને પકડી પૂછપરછ શરૂ કરી છે.આ બાબતે સુરત પોલીસ કમિશન અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે સ્થાનિક સહીત કુલ 200 પોલીસ કર્મચારીઓ સતત ગઈકાલ સાંજથી બાળકની શોધખોળમાં લાગી હતી. પોલીસે કુલ 1000 જેટલાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા બાદમાં એક બાદ એક કડીઓ મળતી ગઈ તેની સાથે ટેકનિકલ સર્વલેન્સના આધારે તપાસ કરતા બાળક પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાનમાં હોવાનું જણાયું હતું.

પોલીસે પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા બાળક ભેસ્તાન વિસ્તારમાં આવેલ સંગમ સોસાયટીના એક મકાનના છત ઉપરથી બાળક મળી આવ્યું હતું. જ્યાં બાળકને લઇ જનારી મહિલા આરોપી પાનકુલદેવી ઇન્દ્રવલી રામ અને તેમનો પતિ ઇન્દ્રબલી રેખારામ રવિદાસ પણ મળીઆવ્યા હતા પોલીસે બંને દંપતીના પાસેથી બાળકને મુક્ત કરાવ્યો હતો.

આરોપી મહિલા પાનકુલદેવી ઇન્દ્રવલીરામની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, ઇન્દ્રબલી રેખારામ રવીદાસને બે પત્નિ છે. જેમાં પહેલી પત્નિ પાનફુલદેવી છે તેના થકી તેને સંતાન એક દિકરી છે અને 18 વર્ષનો લગ્નગાળો થયેલ હોવા છતા દિકરો ન હોય આ પાનફુલદેવીએ તેના પતિના ચાર માસ પહેલા બીજા લગ્ન સંગીતાદેવી સાથે કરાવ્યા હતા.અને આ બીજી પત્નિ સંગીતાદેવીને તેના અગાઉના પતિ થકી તેને સંતાનમાં એક સાડા પાંચ વર્ષનો દિકરો હોય તેને સાથે લઇ આવેલી હતી. જે દિકરો બિમાર પડતા બંને આરોપી તથા બીજી પત્ની સંગીતાદેવી નવી સિવિલ હોસ્પિટલ બાળકના સારવાર માટે લઈને પહોંચ્યા હતા . અહીં પાનકુલદેવીની નજર એક બાળક પર પડી હતી જેનું અપહરણ કરી પોતાની સાથે લઈ ગઈ હતી.

The post નવી સિવિલમાં બાળક ગુમ થવાની ઘટનાનો ભેદ ઉકેલાયો first appeared on The News Times India.

]]>
https://gujarati.thetimesofindia.co.in/distinction-of-missing-child-case-resolved-in-new-civil/feed/ 0 4492
સુરતમાં બિસ્માર બનેલા 300થી વધુ ફ્લેટને જમીનદોસ્ત કરાયા https://gujarati.thetimesofindia.co.in/more-than-300-dilapidated-flats-in-surat-were-demolished/ https://gujarati.thetimesofindia.co.in/more-than-300-dilapidated-flats-in-surat-were-demolished/#respond Fri, 28 Jun 2024 11:01:10 +0000 https://gujarati.thetimesofindia.co.in/?p=4451 સુરત સુરતમાં રિંગરોડ પર આવેલા જર્જરિત માનદરવાજા ટેનામેન્ટ પૈકીના 320 ફ્લેટ્સને આજે જમીન દોસ્ત કરવાની કાર્યવાહી મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્રણ વર્ષ પૂર્વે જ લિંબાયત ઝોન દ્વારા જર્જરિત થઈ ચુકેલા માન દરવાજા ટેનામેન્ટ્સના આ ફ્લેટને સીલ કરવામાં આવ્યા હતા. જો કે, કેટલાક તત્વો દ્વારા આ ઈમારતોનાં ગ્રાઉન્ડ ફ્લોર પર ખાણી પીણીની લારીઓ […]

The post સુરતમાં બિસ્માર બનેલા 300થી વધુ ફ્લેટને જમીનદોસ્ત કરાયા first appeared on The News Times India.

]]>
સુરત

સુરતમાં રિંગરોડ પર આવેલા જર્જરિત માનદરવાજા ટેનામેન્ટ પૈકીના 320 ફ્લેટ્સને આજે જમીન દોસ્ત કરવાની કાર્યવાહી મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્રણ વર્ષ પૂર્વે જ લિંબાયત ઝોન દ્વારા જર્જરિત થઈ ચુકેલા માન દરવાજા ટેનામેન્ટ્સના આ ફ્લેટને સીલ કરવામાં આવ્યા હતા. જો કે, કેટલાક તત્વો દ્વારા આ ઈમારતોનાં ગ્રાઉન્ડ ફ્લોર પર ખાણી પીણીની લારીઓ મુકીને દબાણ ઉભું કરવામાં આવતાં ગમે ત્યારે અકસ્માતની ભીતિ હતી. ચોમાસામાં કોઈ બનાવ નહીં બને તે માટે અગમચેતી દાખવી ગુરુવારે સવારથી જ લિંબાયત ઝોન દ્વારા આ ઈમારતોનું ડિમોલીશન શરૂ કરી દીધું હતું.

માન દરવાજા ટેનામેન્ટ રિડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છેલ્લા પાંચ વર્ષથી અધ્ધરતાલ છે. છ-છ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવા છતાં કોઈ એજન્સી આ ટેનામેન્ટનાં રી-ડેવલપમેન્ટ માટે રસ દાખવી રહી હોય તેવું જણાતું નથી. બીજી તરફ મહાનગર પાલિકા દ્વારા જર્જરિત થઈ ગયેલી ટેનામેન્ટની મોટા ભાગની ઈમારતોમાંથી સ્થાનિકોનું સ્થળાંતર કરીને ત્રણ વર્ષ પૂર્વે જ સીલિંગ કાર્યવાહી હાથ ધરી હતી. તેમ છતાં છેલ્લા કેટલાક સમયથી આ ઈમારતોમાં ખાણી પીણીની લારીઓનું દબાણ ઉભું થઈ જતાં જોખમી સ્થિતિ આકાર લઈ રહી હતી. અત્યંત બિસ્માર હાલતમાં ઉભેલી આ ઈમારતોમાં આ પ્રકારના દબાણોને પગલે ગમે ત્યારે ચોમાસામાં અકસ્માતની શક્યતાઓને કારણે અંતે મહાનગર પાલિકાના લિંબાયત ઝોન દ્વારા ડિમોલીશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટેનામેન્ટમાં આવેલી એ – ટાઈપની 5 બિલ્ડિંગનું અંદાજે 15 હજાર સ્કવેર ફુટ બાંધકામ જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

The post સુરતમાં બિસ્માર બનેલા 300થી વધુ ફ્લેટને જમીનદોસ્ત કરાયા first appeared on The News Times India.

]]>
https://gujarati.thetimesofindia.co.in/more-than-300-dilapidated-flats-in-surat-were-demolished/feed/ 0 4451
સમગ્ર રાજ્યમાં આજથી ૨૧મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ https://gujarati.thetimesofindia.co.in/the-21st-school-entrance-festival-girl-education-festival-begins-today-across-the-state/ https://gujarati.thetimesofindia.co.in/the-21st-school-entrance-festival-girl-education-festival-begins-today-across-the-state/#respond Wed, 26 Jun 2024 15:05:18 +0000 https://gujarati.thetimesofindia.co.in/?p=4496 ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ દિવસે બુધવાર તા. ૨૬મી જૂને વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલિઆંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવશે. મુખ્યમંત્રીશ્રી બિલિઆંબા પ્રાથમિક શાળામાં ૨૪ બાળકોને ધોરણ-૧માં, ૨૧ બાળકોને બાલવાટિકામાં અને ૭ ભૂલકાંઓને આંગણવાડીમાં પ્રવેશ અપાવશે. મુખ્યમંત્રીશ્રી બીજા દિવસે તા. ૨૭ જૂનના છોટાઉદેપુર તાલુકામાં […]

The post સમગ્ર રાજ્યમાં આજથી ૨૧મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ first appeared on The News Times India.

]]>
‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ દિવસે બુધવાર તા. ૨૬મી જૂને વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલિઆંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવશે. મુખ્યમંત્રીશ્રી બિલિઆંબા પ્રાથમિક શાળામાં ૨૪ બાળકોને ધોરણ-૧માં, ૨૧ બાળકોને બાલવાટિકામાં અને ૭ ભૂલકાંઓને આંગણવાડીમાં પ્રવેશ અપાવશે. મુખ્યમંત્રીશ્રી બીજા દિવસે તા. ૨૭ જૂનના છોટાઉદેપુર તાલુકામાં અને અંતિમ દિવસ તા. ૨૮ જૂને સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થવાના છે. રાજ્યમાં દૂરદરાજના અંતરિયાળ ગામો સુધી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાના આ શિક્ષણ સેવા યજ્ઞમાં વિધાનસભા અધ્યક્ષશ્રી સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ તેમજ IAS, IPS, IFS સહિત વર્ગ-૧ ના કુલ મળીને ૩૬૭ ઉચ્ચ અધિકારીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહી બાળકોનો શાળા પ્રવેશ કરાવશે.

તદ અનુસાર  વિધાનસભા અધ્યક્ષશ્રી અને અન્ય મંત્રીશ્રીઓ જે સ્થળોએથી શાળા પ્રવેશોત્સવ કરાવશે તેમાં, ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં, નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લામાં, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લામાં, કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટ જિલ્લામાં, ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લાના સિદ્ધપુર અને સરસ્વતી તથા બનાસકાંઠાના પાલનપુર ખાતે, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા ભાવનગર જિલ્લામાં, પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરા જામનગર જિલ્લા ખાતે, આદિજાતિ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર મહીસાગર જિલ્લામાં અને મહિલા તથા બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા નર્મદા જિલ્લા ખાતે પ્રવેશોત્સવમાં સહભાગી થશે.

રાજ્યકક્ષાના મંત્રીઓમાં, ગૃહ અને રમતગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સુરતમાં, સહકાર અને લઘુ ઉદ્યોગ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ખેડા જિલ્લા ખાતે, મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરષોતમભાઈ સોલંકી ભાવનગર જિલ્લામાં, પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લામાં, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સુરત અને નવસારી ખાતે, શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા જૂનાગઢમાં, આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ તાપી જિલ્લા ખાતે શાળા પ્રવેશોત્સવમાં જોડાશે.

The post સમગ્ર રાજ્યમાં આજથી ૨૧મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ first appeared on The News Times India.

]]>
https://gujarati.thetimesofindia.co.in/the-21st-school-entrance-festival-girl-education-festival-begins-today-across-the-state/feed/ 0 4496